VIDEO: રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક ઉપરવાસમાં ભારે વરસાદ બાદ પાટણવાવ ઓસમ ડુંગર પરથી વહેતો ધોધ ફરીથી જીવંત બન્યો હતો. જેથી તેની પરથી નીચે ઝરણું વહેતું થયું હતું. આ અંગે સોશિયલ મીડિયામાં ધોધનો વીડિયો વાયરલ થયો હતો. આ સુંદર અને મનોહર દ્રશ્ય જોવા લોકો એકઠા થયા હતા. પાટણવાવના ઓસમ ડુંગર અને ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર આવેલ ડુંગર પરથી કુદરતી રીતે વરસતો ધોધ વહેતો હોય તેવા અદભુત દૃશ્યો જોવા મળ્યાં હતા.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પાટણવાવ ઓસમ ડુંગર પર્યટકો માટું અનેરું અને રમણીય સ્થળ છે, ત્યારે બહારથી આવલેા પર્યટકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. કુદરતી રીતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠેલા આ પાટણવાવનાં ડુંગર ઉપરથી ધોધ વહેતો હોય તે જોવો એપણ એક લ્હાવો ગણાય છે.