આજે રાજકોટમાં યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજકોટમાં યોગ સાધક બહેનોએ પાણીમાં યોગાસન કર્યા હતા. 10 વર્ષની બાળાઓથી લઈ 55 વર્ષ સુધીની મહિલાઓએ પાણીમાં યોગના વિવિધ આસન કર્યા હતા. વજ્રાસન, તારાસન સહિતના યોગ બહેનો દ્વારા કરવામાં આવ્યા હતા.