
Sabarkantha News: ગુજરાતમાંથી સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે તાજેતરમાં જ હિંમતનગરમાં સાત યુવકોના મોતની ઘટના બાદ વડાલીમાં 29 લોકો ઘાયલ થયા હતા. એવામાં ફરી સાબરકાંઠામાંથી ગંભીર અકસ્માતની માહિતી સામે આવી રહી છે. સાબરકાંઠા હાઈવે પરથી ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા પોશીના હાઈવે પર હિંગઠીયા ગામ પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
બસ, બાઈક અને ખાનગી જીપ વચ્ચે અકસ્માત સર્જાતાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત પામ્યા છે. હાઇવે રોડના કલર કામનું કામ ચાલુ હોવાને લઈને વન-ડે હાઇવે કરવામાં આવ્યો હતો જેમાં ઓવરટેકમાં અકસ્માત સર્જાયો હતો.
ચાર વ્યક્તિઓ સહીત એક બાળકીનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. ખેરોજ સહિત ખેડબ્રહ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બસ, બાઇક તેમજ ખાનગી જીપ વરચે ગમખ્વાર અકસ્માતમાં 6 મોતને લઇ પરિવારોમાં આક્રંદ ફેલાયો છે. મૃતકોને પોસ્ટમોટર્મ અર્થે મટોડા જનરલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
અંતરીયાળ વિસ્તારમાં વધુ એક ભયંકર અકસ્માત સર્જાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને મટોડા સિવિલ બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ વ્યક્તિઓના સ્થળ પર જ મોત થયા હતા જ્યારે બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું, તેમજ એક પુરુષને વડાલી રિફર કરતા રસ્તામાં મોત થયું. આ ઘટનામાં કુલ 6ના મોત થયા હતા. આ ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામનાર:-
૧) એક વર્ષીય બાળકી
૨) સાયનાભાઈ વેગડીયા , રહે. ચાંગોદ
૩) પોપટભાઈ તરાલ , રહે. છાપરા
૪) અજયભાઈ ગમાર , રહે. નાડા
૫) કેતન રવજીભાઈ રાઠોડ