
સાબરકાંઠામાં થોડા દિવસ અગાઉ એક યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનું હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસને વારંવાર રજૂઆત કરાયા છતાં ફરિયાદ ન લેવાઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો.
નવ દિવસ અગાઉ સાબરકાંઠામાં એક યુવકે આપઘાતના પ્રયાસમાં ઝેરી દવા ગટગટાવી હતી. ઇડરના રાકેશ ભાટિયાને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. રાકેશનું મોત થતાં પરિવાર જનોએ ન્યાયની માંગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. પોલીસને વારંવાર રજૂઆત કર્યા છતાં ફરિયાદ ન લેવાયા હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો.
યુવકે સમાજમાં માફી માંગવાને મામલે ઝેરી દવા ગટગટાવી હોવાનું પરિવારજનો દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. ખેડબ્રહ્મા ખાતે સમગ્ર સમાજની હાજરીમાં માફી માગવા મામલે વિવાદ થયો હતો. જે ઘટનાને પગલે યુવકે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.