BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં ઝડપાયેલા ભુપેન્દ્ર ઝાલાના એક મહિલા PI સાથે અંગત સંબંધો હોવાનો ખુલાસો થયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભુપેન્દ્રસિંહ ઝાલા અને મહિલા PI નજીકના દિવસોમાં સગાઈ કરી લગ્ન પણ કરવાના હોવાનો ખુલાસો થયો છે. મહત્ત્વનું છે કે, ઝાલાની મહેસાણાના દવાડથી ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે.

