
BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં ફસાયેલા પીડિતો હવે ધીમે ધીમે સામે આવી રહ્યાં છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં પીડિત વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાંતિજમાં BZ ગ્રુપ સામે નોંધાઇ ફરિયાદ
પ્રાંતિજના સુરેશભાઇ નામના વ્યક્તિએ BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતું. હવે ધીમે ધીમે પીડિત BZ ગ્રુપ સામે ફરિયાદ નોંધાવવા માટે બહાર આવ્યા છે. સુરેશભાઇ એગ્રીમેન્ટની કોપી સાથે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા. સુરેશભાઇએ BZ ગ્રુપમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: BZ કૌભાંડ: ધરપકડ કરાયેલ 2 આરોપીઓનો પગાર 8-10 હજાર, CIDની મહિનાથી વૉચ છતાં ભુપેન્દ્રસિંહ છૂમંતર
લોકોને આપવામાં આવતી હતી લોભામણી જાહેરાત
સુરેશભાઇ વણકર નામના વ્યક્તિએ પ્રાંતિજ ઓફિસમાં BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતું. પૈસા રોકાયા બાદ જુદા જુદા એગ્રીમેન્ટ કરવામાં આવતા હતા. એજન્ટ નીકેશ પટેલ હતા તેમના દ્વારા રોકાણ કરવા માટે લોભામણી જાહેરાતો આપવામાં આવતી હતી. BZ ગ્રુપના એજન્ટ 20 લાખ આસપાસનું રોકાણ કરો તો માલદીવ્સની ફ્રી ટ્રીપ, 10 લાખના રોકાણમાં ગોવાની ટ્રીપ અને પોતે 10 લાખનું રોકાણ કરે તો આઇફોન ગિફ્ટ આપવા જેવી લાલચ આપવામાં આવતી હતી.