Home / Gujarat / Sabarkantha : Constable Rakesh Kumar Dabhi of Poshina police station was caught taking bribe

સાબરકાંઠાના પોશીના પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ રૂ. 12,500ની લાંચ લેતા ઝડપાયો

સાબરકાંઠાના પોશીના પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ રૂ. 12,500ની લાંચ લેતા ઝડપાયો

સાબરકાંઠામાં વધુ એક ACBની ટ્રેપ સફળ થઇ છે. આ ટ્રેપમાં પોશીના પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સાબરકાંઠાના પોશીના પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ રાકેશકુમાર જશુભાઈ ડાભી રૂપિયા 12,500 લાંચ લેતા ઝડપાયો છે. લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ રાકેશકુમાર જશુભાઈ ડાભીએ બિયરનો કેસ રફેદફે કરવા લાંચ માંગી હતી. રાજસ્થાનથી ગુજરાતમાં આવતી વખતે ઈકો ગાડીમાંથી બિયરનું એક ટીન મળ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ રાકેશકુમાર જશુભાઈ ડાભીએ ઈકો ગાડી જપ્ત કરવા સહિત એક લાખથી વધુની લાંચ માંગી હતી.

જો કે આ લાંચની રકમ આપવા ન માંગતા હોય એસીબીમાં ફરિયાદ કરી હતી, જેને લઈને આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં પોલીસ કાન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો. એસીબીએ સમગ્ર મામલે ગુન્હો નોંધી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Related News

Icon