
આજે શિવરાત્રીનો પવિત્ર તહેવાર છે ત્યારે હિંમતનગર તાલુકાના દેરણા ગામે આવેલા કંટાળેશ્વર હનુમાનજી મંદિરના પ્રાંગણમાં સવારે 1,008 લિંગ વાળી શિવજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા આગળ સવા મણ રૂની દિવેટ બનાવી દીવો પ્રગટાવાયો હતો.
વિશ્વ શાંતિ માટે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ શિવરાત્રીએ પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ઘીની આહૂતિ આપવામાં આવી હતી. ત્યારે આસપાસની સોસાયટી તેમજ દૂરથી પણ સેંકડો ભક્તો અહીં આવીને આ પ્રસંગે દર્શનનો લાભ લઈને આ ધન્યતા અનુભવી હતી.