
વર્તમાન સમયમાં હાર્ટએટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ આવા કિસ્સાઓ પણ વધ્યા છે. ત્યારે વિજયનગર તાલુકાના મોજાળિયાના રહેવાસી અને ગાંધીનગર ડીજી કચેરીમાં પીઆઈ તરીકે ફરજ દરમ્યાન હૃદયરોગનો હુમલો આવતા રમણલાલ ખરાડીનું મોત થયું હતું. તેમના અવસાનને પગલે મોજળિયા ગામે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નિકળી હતી. ત્યારબાદ તેમને ગાર્ડ ઑફ ઓનર સાથે દફનવિધિ કરવામાં આવી હતી. સદગતના મોતથી મોજળિયા ગામે શોકનું મોજું ફરી વળ્યું હતું.