Home / Gujarat / Sabarkantha : Recruitment Scam in idar APMC of Sabarkantha!

ઇડર APMCમાં ભરતી કૌભાંડ!, લાખો રૂપિયા પડાવી નોકરી આપવાનો પૂર્વ ચેરમેનનો આક્ષેપ

ઇડર APMCમાં ભરતી કૌભાંડ!, લાખો રૂપિયા પડાવી નોકરી આપવાનો પૂર્વ ચેરમેનનો આક્ષેપ

ઇડર એપીએમસી માર્કેટયાર્ડમાં લાખો રૂપિયા લઈને કર્મચારીઓની ભરતી કરાતી હોવાનો આક્ષેપ સાબરકાંઠા જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ તેમજ ઈડર માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન પૃથ્વીરાજ પટેલ કર્યો છે. આ મામલે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

૨૦ થી ૨૫ લાખ લઈને ભરતી થતી હોવાનો પત્રમાં ઉલ્લેખ

સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અંગત મનાતા પી.સી. પટેલે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત, અમિત શાહ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મંત્રીને  પત્ર લખી લેખિત રજૂઆત કરવામાં આવી છે. ભરતીમાં  ૨૦ થી ૨૫ લાખ લઈને ભરતી થતી હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાયો છે. 

ભરતી કૌભાંડ થયું હોય તો સાબિત કરવામાં આવે - વર્તમાન ચેરમેન

જોકે આ મામલે ઈડરના હાલના એપીએમસી માર્કેટયાર્ડના ચેરમેન અશોક પટેલને પૂછતા જણાવ્યું કે, ભરતી કૌભાંડ થયું હોય તો સાબિત કરવામાં આવે.  પૃથ્વીરાજ પટેલ સત્ય હોય તો મીડિયા સામે સત્ય બહાર લાવે. માત્ર આક્ષેપો કરી બદનામ કરવાની વાતો કરી રહ્યા છે.

 

Related News

Icon