
સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર એસીબીની ટીમ ત્રાટકી છે જેમાં એક તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા છે.
સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં એસીબીએ ટ્રેપ ગોઠવી હતી જેમાં ઈ-ધરા કેન્દ્રના રેવન્યુ તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા છે. રેવન્યુ તલાટી મહાવીર અર્જુનભાઈ અસારી અને કોમ્પ્યુટર ઓપરેટર ધર્મેન્દ્રભાઈ અમરાજી સોલંકી 1500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. વારસાઈની નોંધ કરવા માટે રેવન્યુ તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટરે ફરિયાદી પાસે રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ ન આપવા માંગતા હોય તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો.
https://twitter.com/ACBGujarat/status/1882421827726688275