
Sabarkantha News: સાબરકાંઠા આરટીઓ વિભાગનું સર્વર છેલ્લા એક અઠવાડિયા કરતા વધુના સમયથી બંધ હોવાને લઈને લાઇસન્સ માટે ટ્રાયલ આપવા માટે આવતા લોકો ધક્કે ચડ્યા છે. 10 વર્ષ જૂના કેમેરા અને કોમ્પ્યુટર સિસ્ટમ હોવાને કારણે તે વારંવારથી ખોટકાય છે. જેને લઈને સાબરકાંઠા જિલ્લામાં દુર દુરથી લાયસન્સ માટે ટ્રાયલ આપવા માટે આવતા લોકોને ધક્કા પડી રહ્યા છે.
જો કે, આ બાબતે સાબરકાંઠા જિલ્લા આરટીઓ ઇન્સ્પેક્ટર તપન મકવાણાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ નવી સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવશે અને હાલમાં ટ્રાયલ માટેની એપોઇન્ટમેન્ટ મોકલવાનું બંધ કરવામાં આવ્યું છે. તો જે લોકો ટ્રાયલ આપી શક્યા નથી તે લોકોને નવેસરથી એપોઇન્ટમેન્ટ અપાશે.