
સાબરકાંઠાઃ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા ભાન ભૂલ્યા હોવાનો આરોપ લગાવાયો છે. કચ્છી સમાજ વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલા કાર્યકર્તાને અશ્લીલ ગાળ બોલ્યાનો આરોપ લાગ્યો છે.
રજૂઆત માટે આવેલી મહિલા કાર્યકર્તાઓને ગાળો બોલતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મહિલા કાર્યકર્તાઓ સહિત અન્ય કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાને બદલવા માટે વિરોધ થઈ રહ્યો હતો.
દરમિયાન રમણલાલ વોરાએ જિલ્લા પંચાયતના મહિલા સદસ્યને ગાળો ભાંડી હોવાનો આરોપ લગાવાયો છે. એક બાજુ મોદી સરકાર મહિલા સન્માનની વાતો કરે છે, ત્યારે બીજી બાજુ તેમના જ ધારાસભ્યો મહિલાઓને બેફામ ગાળો બોલી રહ્યા છે.
જેમને ગાળો ભાંડી હોવાનો આરોપ લગાવાયો છે, તે મહિલા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન છે. આદિવાસી મહિલા સદસ્યને ગાળો ભાંડ્યાના આક્ષેપ બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.