
ગુજરાતના સાબરકાંઠામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સાબરકાંઠાના વિજયનગરમાં જાતિનું ખોટું પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી મળવાની ઘટનાનો પર્દાફાશ થયો છે. આ અંગે મામલતદારે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કોની સામે નોંધાઈ ફરિયાદ
વેસ્ટર્ન રેલવેમાં પોલીસ કોન્સ્ટેબલ નરસિંહ સોલંકી,
ગાંધીનગરમાં સીઆરપીએફ હિંમતસિંહ સોલંકી
અમદાવાદમાં લોકરક્ષક સુમિત્રા સોલંકી
મળતા અહેવાલ પ્રમાણે વેસ્ટર્ન રેલવેમાં પોલીસ કોન્સ્ટેબલ નરસિંહ સોલંકી, ગાંધીનગરમાં સીઆરપીએફ હિંમતસિંહ સોલંકી અને અમદાવાદમાં લોકરક્ષક સુમિત્રા સોલંકી સામે અનુસૂચિત આદિજાતિ પછાત વર્ગના ન હોવા છતાં તેનું ખોટું પ્રમાણપત્ર બનાવ્યું હોવાનો આરોપ છે. વર્ષ 2003થી 2012ના સમયગાળામાં ખોટું પ્રમાણપત્ર બનાવાયું હોવાનું જણાવાયું છે.