Home / Gujarat / Surat : 12-year-old daughter becomes brain dead, five get new life with organ donation

12 વર્ષની દીકરી બ્રેઈનડેડ થતાં અંગદાનથી પાંચને નવું જીવન, હ્રદય 29 વર્ષીય યુવતીમાં ટ્રાન્સપ્લાન્ટ

12 વર્ષની દીકરી બ્રેઈનડેડ થતાં અંગદાનથી પાંચને નવું જીવન, હ્રદય 29 વર્ષીય યુવતીમાં ટ્રાન્સપ્લાન્ટ

નવસારીમાં ડીસ્ટ્રીબ્યુટરશીપ ધરાવતા હરેશકુમાર દગાયાની ૧૨ વર્ષની પુત્રી આન્યાનું ૨૨ જુનના રોજ દાદર પરથી આકસ્મિક રીતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગઈ હતી. બાદમાં સગીરાના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ઉજ્જૈન, મધ્યપ્રદેશની રહેવાસી ૨૯ વર્ષીય યુવતીમાં અમદાવાદ ખાતે કરાયું હતું. કિડની, લિવર અને પેન્ક્રીયાસનું ટ્રાન્સપ્લાન્ટ ચાર સહિત કુલ પાંચને જરૂરીયાતમંદ દર્દીઓમાં થતાં તેમને પણ નવું જીવન મળ્યું હતું. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આન્યાને બ્રેઈનડેડ જાહેર કરાઈ હતી

આન્યા પડી ગયા બાદ બેભાન થઈ ગઈ હતી. જેથી તેને પરિવારજનોએ તેને તાત્કાલિક નવસારીની INS PLUS મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ. અશોક પટેલની સારવાર હેઠળ દાખલ કરી, નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.તા. ૧ જુલાઈના રોજ ન્યુરોસર્જન ડૉ. હેમલ છેડા, નેફ્રોલોજીસ્ટ ડૉ. હર્ષ થાહ, ફીઝીશિયન ડૉ. વિવેક શાહ, ઈન્ટેનસીવીસ્ટ ડૉ. યશ પટેલે આન્યાને બ્રેઈનડેડ જાહેર કરી હતી.

આન્યા ધોરણ 8માં ભણતી હતી    

ડોનેટ લાઈફની ટીમે INS PLUS મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પહોંચી આન્યા ના પિતાશ્રી હરેશકુમાર, માતા દક્ષાબેન, મામા યોગેશ રાઠોડ ને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું. આન્યાના પિતા હરેશકુમારે કહ્યું કે, અમે અંગદાન અંગેના સમાચારો વાંચતા તેમજ જોતા હતા. ત્યારે અમે વિચારતા હતા કે અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે. અમારી દીકરી બ્રેઈનડેડ છે, શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે અમારી દીકરીના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. આન્યાના પરિવારમાં પિતા હરેશભાઈ નવસારીમાં ઇન્ડિયા કેમિસ્ટના નામથી ફાર્માસ્યુટીકલની ડીસ્ટ્રીબ્યુટરશીપ ધરાવે છે. માતા દક્ષાબેન ગૃહિણી છે. આન્યા ધોરણ ૮ માં ડિવાઈન ઈન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતી હતી. 

અલગ અલગ અંગોના દાન

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય અમદાવાદની યુ. એન મહેતા હોસ્પિટલને, કિડની, લિવર અને પેન્ક્રીયાસ અમદાવાદની IKDRC ને ફાળવવામાં આવ્યા હતાં. હૃદયનું દાન અમદાવાદની યુ. એન મહેતા હોસ્પીટલના ડૉ. આશિષ માંદકેંકેર, ડૉ. વિદુર, ડૉ. અંકિત ચૌહાણ, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓર્ડીનેટર ડૉ.પ્રતિક શાહ, ચાર્મી અને તેમની ટીમે, કિડની, લિવર અને પેન્ક્રીયાસનું દાન અમદાવાદની IKDRC હોસ્પિટલના ડૉ. જમાલ રીઝવી અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન નવસારી ની રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટે સ્વીકાર્યું. ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ બાવનમી ઘટના છે.

હ્રદય હવાઈ માર્ગે મોકલાયું

દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ઉજ્જૈન, મધ્યપ્રદેશની રહેવાસી ૨૯ વર્ષીય યુવતીમાં અમદાવાદની યુ એન મહેતા હોસ્પીટલમાં ડૉ. ચિરાગ દોશી અને તેમની ટીમ દ્વારા, દાનમાં મેળવવામાં આવેલી કિડની, લિવર અને પેન્ક્રીયાસનું ટ્રાન્સપ્લાન્ટ ચાર જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC માં કરવામાં આવી રહ્યું છે.હૃદય સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે નવસારીની INS PLUS મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પીટલથી સુરત એરપોર્ટ સુધીનો ગ્રીન કોરીડોર નવસારી શહેર, નવસારી ગ્રામ્ય, સુરત ગ્રામ્ય, સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો.

ગ્રીન કોરીડોર કરાયો

કિડની, લિવર અને પેન્ક્રીયાસ રોડ માર્ગે સમયસર અમદાવાદ પહોંચાડવા માટે નવસારીની INS PLUS મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પીટલથી અમદાવાદની IKDRC સુધીનો ગ્રીન કોરીડોર નવસારી શહેર, નવસારી ગ્રામ્ય અને ગુજરાત ના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસ ના સહકાર થી બનાવવામાં આવ્યો હતો.

Related News

Icon