સુરત શહેરમાં ફરી એકવાર ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભટારથી નવજીવન તરફ જતા મુખ્ય માર્ગ પર 4 થી 5 ગાડીઓ અને એક ડમ્ફર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે ટ્રાફિક પર ભારે અસર પડી હતી.આ અકસ્માતને લઈને સ્થળ પર તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિક જામ દૂર કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. અકસ્માતમાં અત્યાર સુધી કોઈ ગંભીર ઈજાના અહેવાલ મળ્યા નથી, જોકે ગાડીઓને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ સહિતના સંકેતોના આધારે કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. અકસ્માતના કારણે આસપાસના રસ્તાઓ પર પણ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અત્યાર સુધીની વિગતો અનુસાર, ઘટના સમયસર કાબૂમાં લઈ લેવાઈ હતી, અને હાલ સ્થિતી સામાન્ય બની રહી છે.