Home / Gujarat / Surat : 5 arrested for peddling gold and silver jewellery

થાણેના જ્વેલર્સમાં 5.79 કરોડની ચોરી, સોના-ચાંદીના દાગીના પર હાથફેરો કરનારા 5 દબોચાયા

થાણેના જ્વેલર્સમાં 5.79 કરોડની ચોરી, સોના-ચાંદીના દાગીના પર હાથફેરો કરનારા 5 દબોચાયા

મહારાષ્ટ્રના થાણેમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો હતો. જ્વેલરી શોપમાં ઘુસીને સોના-ચાંદીના દાગીના પર હાથ ફેરો કરનારાને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હતાં. જો કે, ચોરી કરીને મહારાષ્ટ્રથી નાસી ગયેલા તસ્કરોને સુરતની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યાં હતાં. આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે. હાલ તમામ આરોપીઓને થાણે પોલીસના હવાલે કરવામાં આવ્યાં છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચોઃ બસ હવે આ જ બાકી હતુ! ગુજરાતમાંથી ઝડપાયો નકલી સિમેન્ટનો જથ્થો

બાતમીના આધારે કાર્યવાહી

મહારાષ્ટ્ર થાણેના જવેલર્સમાં થયેલા 5 કરોડથી વધુની કિંમતની ચોરી થઈ હતી. સોના ચાંદીના દાગીનાની થયેલ ચોરીનો ભેદ સુરત પોલીસે ઉકેલ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચોરી કરનાર પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે. થાણે ખાતેના મેં. વામન શંકર મરાઠે નામના જવેલર્સમાંથી 5 કરોડ 79 લાખની ચોરી થઈ હતી.થાણે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ચોરીના આરોપી સુરતમાં છુપાયા છે. જેથી બાતમીના આધારે થાણે ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચને સાથે રાખી 5 ચોરોને ઝડપી પાડ્યા છે. 

મુદ્દામાલ કબ્જે કરાયો

ઝડપાયેલા પાંચેય આરોપી રાજ્યસ્થાનના વતની છે. 484 ગ્રામ સોનું ,ચાંદી ના 5.5 કિલો દાગીના અમે સિક્કા તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપી પાસેથી 29 લાખ 15 હજારની મત્તા કબજે કરી છે. પોલીસે નાગજી મેઘવાલ,લીલારામ મેઘવાલ,જેસારામ કલબી,ચુનીલાલ પ્રજાપતિ અને દોનારામ મેઘવાલ નામના પાંચને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા પાંચેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સુરત પોલીસે પાંચેયને થાણે પોલીસના હવાલે કરી દીધા છે. જેથી વધુ તપાસ થાણે પોલીસ હાથ ધરી રહી છે. 

Related News

Icon