સુરતના લોકપ્રિય ડુમસ બીચ વિસ્તારમાં શિયાળ જોવા મળતાં લોકોમાં આશ્ચર્યનો માહોલ જોવા મળ્યો. સ્થાનિક યુવકે જણાવ્યું કે જ્યારે તે પોતાના મિત્રો સાથે ફરવા ગયો હતો ત્યારે તેણે રોડ પરથી પસાર થતા છ ગોલ્ડન જેકલ (શિયાળ)નું સમૂહ જોયું. યુવાને જણાવ્યું કે તેણે શિયાળની ચાલ અને તેમની ઓળખ પદ્ધતિ પરથી નક્કી કર્યું કે આ ગોલ્ડન જેકલ છે. તમામ શિયાળ ઝાડી તરફ જતા જોવા મળ્યા હતા. યુવાને પોતાના મોબાઈલ ફોનમાં સમગ્ર ઘટના વીડિયો રૂપે કંડાર્યા છે. અનૂમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ શિયાળ નજીકના જંગલ કે ખાલી જગ્યાથી ભટકી આવી શકે છે. સ્થાનિક વનવિભાગે ઘટનાની નોંધ લીધી છે અને જગ્યા પર સર્વે શરૂ કર્યો છે.