
ખેલ મહાકુંભ 3.0 માં સમગ્ર જિલ્લાના ગ્રામીણ વિસ્તરણનું ગૌરવ - આરએમજી મહેશ્વરી ઇંગ્લિશ સ્કૂલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આશીર્વાદથી, ખેલ મહાકુંભ 3.0નું આરએમજી મહેશ્વરી ઇંગ્લિશ સ્કૂલના પ્રાંગણમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયાથી દૂર રહેવા હાંકલ
RMG મહેશ્વરી ઇંગ્લિશ સ્કૂલ, લાડવી ખાતે ખેલ મહાકુંભ 3.0 માં 30 શાળાની બાસ્કેટબોલ ટીમોના 600 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સહભાગી બનીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસારીયાના આદેશ મુજબ અમારી શાળા આર.એમ.જી. મહેશ્વરી ઈંગ્લીશ સ્કૂલ દ્વારા મોબાઈલ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાથી દૂર રાખવા વારંવાર રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. અમારી શાળાએ વિદ્યાર્થીઓ તેમજ તમામ વાલીઓને સોશિયલ મીડિયાથી અંતર જાળવવા અપીલ કરી છે.