Home / Gujarat / Surat : 80-year-old mother-in-law brutally beaten

Video: ભગવાન આવી વહુ કોઈને ન આપતા, સુરતમાં 80 વર્ષના સાસુને બેરહેમીપૂર્વક ફટકાર્યા

હાલ કળિયુગ ચાલી રહ્યો છે. ત્યાર સંબંધોની ગરિમાની જ્યાં જુઓ ત્યાં હત્યા થતી જોવા મળી રહી છે. ત્યારે સુરતના પુણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં વહુ જ તેની સાસુને મારતી પીટતી નજરે પડી હતી. 80 વર્ષના વૃદ્ધાને વહુ મારતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘરના પેસેજમાં ઘસડી ઘસડીને મારતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જાગૃત નાગરિકે વીડિયો ઉતારી મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને જાણકારી આપી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચોઃ સુરતના ઉધના રેલવે સ્ટેશને કાળાબજારી, RPFના જવાનોની મિલિભગત હોવાના આક્ષેપ

પૌત્રએ સાથે લઈ જવાની મનાઈ કરી

ટ્રસ્ટના હોદ્દેદાર શીતલબેન ભડિયાદરા અને ચેતના બેન સાવલિયાએ પુણા પોલીસને જાણ કરી હતી. વહુ સરસ્વતી શેલડીયા માર મારતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ૮૦ વર્ષના વૃદ્ધા શાંતાબેન શેલડીયાને માર મારવાના આવતા હતા. પુણા પોલીસને સાથે રાખી વૃદ્ધાને વૃદ્ધાશ્રમ લઈ જવા તજવીજ હાથ ધરી છે. વૃદ્ધાના પૌત્ર હિરેન ભાઈ શેલડીયાએ વૃદ્ધાને લઈ જવા મનાઈ કરી હતી. હાલ મામલો પુણા પોલીસ મથકે પહોંચ્યો છે. ટ્રસ્ટ દ્વારા પોલીસ કાર્યવાહી કરી વૃદ્ધાને મુક્ત કરવામાં આવશે.

 

 

 

Related News

Icon