સુરતના એક પ્રસંગમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો બુટલેગર સાથે નાચતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતમાં એક પ્રસંગમાં વિજય વસાવાના નાના બેનના લગ્નમાં હાજરી આપી હતી. લગ્નમાં સૌ નાચી રહ્યા હતા. દુલ્હન હિના બેનના આગ્રહથી અમે લોકો નાચવા ગયા હતા. એ સમયે ઘણાં યુવાનો મારી સાથે જોડાતા ગયા હતા. એમાં એક વ્યક્તિ કામરેજનો બુટલેગર પણ હતો. જેની સાથે મારો નાચતો વિડિયો હતો. જેની મને ખબર પણ નથી. આ બુટલેગરના ભાજપના મોટા મોટા નેતાઓ સાથેના ફોટા છે. અને તે બુટલેગર ભાજપનો સભ્ય પણ છે.
આ મુદ્દે પ્રતિક્રિયા આપતા ચૈતર વસાવાએ જણાવ્યું કે, હું જ્યારે નાચી રહ્યો હતો ત્યારે મારી સાથે નાચવા માટે અલગ અલગ યુવકો આવ્યા હતા, જેમાં આ વ્યક્તિ પણ આવ્યો હતો, એ બુટલેગર છે તેની મને ખબર નહોતી. મારી સાથે નાચતી વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી, અગાઉ ક્યારેય અમે મળ્યા પણ નથી. અજાણતામાં મારી સાથે નાચવા આવ્યો, અજાણતામાં મારી ભૂલ થઈ છે. દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી.