રાજ્યભરમાં રોડ અકસ્માતની સંખ્યામાં રોજ રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કિંકવાડ નજીક મળસ્કે અકસ્માત સર્જાયો હતો. બારડોલીથી વ્યારા જતી બે ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. બન્ને ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું હતું. એક ટ્રક ડ્રાઈવર તો અંદર જ ફસાઈ ગો હતો. અકસ્માતની ઘટના અંગે જાણ થતા બારડોલી ફાયર અને બારડોલી રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.બાદમાં બારડોલી ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી. જો કે, કેબિનમાંથી બહાર કઢાયેલા ટ્રક ડ્રાઈવરનું અંતે મોત નીપજ્યું હતું.