સુરતમાં થોડા દિવસો અગાઉ ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. ત્યારે ઉધના-નવસારી રોડ પર કલર વાળું પાણી ભરાવવા મામલો સામે આવ્યો હતો. જેનો સમગ્ર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. મીડિયા માં અહેવાલ ચાલ્યા બાદ GPCB તંત્ર દોડતું થયું છે. ડાઈંગનાં ડ્રેનેજ કનેક્શન કપાયાં છે. મમતા અને તાપી ડાઈંગના ડ્રેનેજના કનેક્શન કટ, ક્રિષ્ના પ્રોસેસ, શક્તિ ડાઈંગ, રાજ ટેક્સટાઇલના પાણીના સેમ્પલ લેવાયા છે. સુરત જીપીસીબીના અધિકારીઓનો બેદરકારીનો આક્ષેપ કરાયો છે. તપેલા ડાઈંગ મિલો દ્વારા ગેરકાયદે કલરવાળું પાણી ખાડીમાં છોડતા હોય છે. સ્થાનિક ધારાસભ્ય અને મેયર ની સૂચના બાદ તત્ર માત્ર બતાવ પૂરતી કામગીરી કરશે.