સુરતમાં નશીલી દવાઓના બેધડક વેચાણ સામે ખાસ ડ્રાઈવ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મેડીકલ દુકનો પર પોલીસની ટીમોએ અચાનક દરોડા પાડી તપાસ શરૂ કરી હતી. પોલીસે ડમી ગ્રાહકો મોકલી દવાનો વિતરણ કાયદેસર રીતે થાય છે કે નહીં તેની પૃષ્ઠિ કરી, જેના આધારે ઘણા મેડીકલ સ્ટોર ઉપર ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓ, સીરપ અને ટેબ્લેટના વેચાણ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત શહેરના વિવિધ પોલીસ મથકોના સ્ટાફ દ્વારા અલગ અલગ વિસ્તારોના મેડીકલ સ્ટોર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. કેટલાક મેડિકલ સંચાલકો પાસેથી નોટીસ લેવામાં આવી છે અને હજુ વધુ તપાસ ચાલુ છે. વરાછા વિસ્તારમાં સ્કૂલની આસપાસના તેમજ અન્ય તમામ મેડિકલ સ્ટોર પર પ્રતિબંધિત નશાકારક લીકવીડ, પ્રતિબંધિત મેડિસીન ચેકીંગનું વરાછા પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.