ગુજરાતમાં કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ ઉજાગર કરનાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની હાલ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં સુરતમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી સુરત દ્વારા મીની બજાર સરદાર સાહેબની પ્રતિમા પાસે I SUPPORT CHAITAR VASAVA સ્લોગન સાથે સમર્થન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત આપના કોર્પોરેટર સહિતના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.