
સુરતમાં ગણપતિની મૂર્તિ પર પથ્થરમારાની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગીર વયની હિન્દુ કિશોરીને ભગાડી જઈ અલગ અલગ રાજ્યોમાં લઇ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સગીરા સાથે બદકામ કરનાર આરોપીને હૈદરાબાદના તેલંગણા ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો.
આરોપી ફરાર હતો
મોહમ્મદ નુરબાનું બદરુદ્દીન સૈયદનીની ધરપકડ કરવામાં આવી છે. પોસ્કો એક્ટ અંતર્ગત દુષ્કર્મ અને અપહરણ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કેરલા લવ જેહાદની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. મહિધરપુરા પોલીસ ચોપડે 14 ઓગસ્ટના રોજ ગુનો નોંધાયો હતો. જે ગુન્હામાં 13 વર્ષની સગીરાનું અપહરણ કરી આરોપી ફરાર થઈ ગયો હતો. સગીરાનું અપહરણ કરી અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો.
પાંચ વર્ષથી સુરતમાં હતો
આરોપી મોહમ્મદ નૂરબાબુ બદરૂદ્દીન સૈયદ બિહારના પુરનીયા જિલ્લાના મીરપુર ગામનો રહેવાસી છે અને છેલ્લા પાંચ વર્ષથી સુરત રહે છે. ત્યારે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે હૈદરાબાદના તેલંગણા ખાતેથી આરોપીને ઝડપી પાડયો હતો. મહિધરપુરા પોલીસે સગીરાને મુક્ત કરાવી પરિવારને સુપરત કરી હતી. પોલીસે આરોપી વિરૂદ્ધ પોકસો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.