સુરતની BRTS અને સિટી બસ સેવાઓમાં મુસાફરો માટે સુરક્ષા વધુ એક વખત પ્રશ્નો ઉભા થયાં છે. BRTS બસમાં અસામાજિક તત્વોની લુખ્ખાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક મુસાફરે બસની અંદર શરૂ થયેલી બબાલનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેથી બસમાં મુસાફરી કરતાં લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ BRTS બસમાં ડ્રગ્સ સંબંધિત વીડિયો વાયરલ થયો હતો, જેના કારણે જાહેર પરિવહનના સલામતી મુદ્દે લોકોમાં અવિશ્વાસ ઊભો થવા લાગ્યો છે. હાલની બબાલનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પણ ફરજિયાત એ છે કે ટ્રાફિક અને બસ સંચાલન વિભાગ આવી ઘટનાઓને ગંભીરતાથી લે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવે. બાળકને મારવાને લઈને અન્ય મુસાફરોએ અસામાજિક તત્ત્વોને રોકીને તેમને બસની નીચે ઉતારી દીધા હતાં.