સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને લઈ ચાલી રહેલી ઢીલા વ્યવસ્થા વચ્ચે ત્રિકમ નગર વિસ્તારમાં ખાણીપીણીની લારીઓથી સર્જાતા ટ્રાફિકજમને કારણે માથાકૂટની ઘટના બની છે. એક ખાણીપીણીની લારી આગળથી પસાર થતા સમયે ટ્રાફિક જામ થયો હતો. તેને લઈ વાદવિવાદ થયો અને વાત વધતા ઝઘડો થયો. કારચાલકે વડાપાવવાળાને માર મારી દીધો હતો. સમગ્ર ઘટના નજીકની એક દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ છે. ઈજાગ્રસ્તે કહ્યું કે, વૈભવ રબારી અને તેના માતાપિતા આવ્યા હતાં. તે સમયે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. તેમ છતાં, બીજા દિવસે ફરી વાત વણસી અને તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. હાલ સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.