ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતમાં નવા ઘરનું નિર્માણ કર્યું છે. ત્યારે આ નવા ઘરમાં સી.આર.પાટીલના ઘરે શુકનવંતા મહેમાન આવ્યા હતાં. સી.આર.પાટીલના ઘરે પુંગનૂર ગાયનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. પાટીલના પરિજનોએ ગૌ પૂજા સાથે સ્નેહભર્યો આવકાર કર્યો હતો. આંધ્રપ્રદેશની જાણીતી પુંગનૂર પ્રજાતિની 3 ગાયોનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃVideo: પારનેરા મંદિરમાં દીપડાએ મારી લટાર, શ્વાનોમાં મચી અફડાતફડી