સુરતમાંથી પવિત્ર અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓએ પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અન્ય યાત્રાળુઓને અમરનાથ ના આવવાની અપીલ કરી છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે, "અમરનાથમાં મોસમ સતત બદલાઈ રહ્યો છે. ક્યારે વરસાદ, ક્યારે ઠંડો પવન અને ક્યારે ધૂપ – જેના કારણે યાત્રામાં બહુ તકલીફ પડે છે. રસ્તાઓ પણ ખરાબ છે અને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે." ખાસ કરીને શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે, "અમે જે દર્શન માટે આવ્યા હતા – તે બાબા બર્ફાનીનાં – એ શિવલિંગ હવે સંપૂર્ણપણે પીગળી ગયેલ છે. એવા સંજોગોમાં જો કોઈ માત્ર દર્શન માટે આવે તો તેમને નિરાશ થવું પડશે."સુરેશ સુહાગીયાએ કહ્યું કે, "જો તમે માત્ર દર્શન માટે આવવાનું વિચારી રહ્યા હોવ તો કૃપા કરીને આવશો નહીં, હાલ અહીં ખાસ કંઈ જોવા જેવું નથી અને પરિસ્થિતિ પણ બહુ કઠિન છે."