અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ અમદાવાદમાં ક્રેશ થઈ હતી. જેમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યાં હતા. આ મૃતકોમાં સુરતના 14 લોકોનો પણ સમાવેશ થાય છે. જે પૈકી અત્યાર સુધીમાં 10 લોકોના DNA મેચ થયા છે અને તેમના મૃતદેહ પણ સોંપી દેવામાં આવ્યા છે. જેમાં બાવા પરિવારના ત્રણમાંથી બે વ્યક્તિના મૃતદેહ સોંપી દેવામાં આવતાં રાત્રે બન્ને મૃતદેહ આવી ગયા હતાં. અમદાવાદની પ્લેન ક્રેશ થવાની ઘટનામાં મૃત્યુ પામેલા નાનાબાવા પરિવારના બે સભ્યોના મૃતદેહની સુરતમાં અંતિમવિધિ કરાઈ હતી. અડધી રાત્રે વરસતા વરસાદમાં હજારોની સંખ્યામાં અંતિમ ક્રિયામાં જોડાયા હતાં. અકિલ નાનાબાવા (ઉ.વ-35) - રામપુરા, સુરત(બ્રિટન) અને હાના નાનાબાવા (ઉ.વ-30) - રામપુરા, સુરત(બ્રિટન)ના જનાજા નીકળ્યાં હતાં.