અમદાવાદ એરપોર્ટ નજીક થયેલી ભયાનક પ્લેન દુર્ઘટનામાં સુરતના યુવાન અંકિત ચોડવડિયાનું અવસાન થયું હતું. લંડન અભ્યાસ માટે રવાના થયેલો અંકિત દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. મૃતદેહની ઓળખ બાદ અંકિતનો પાર્થિવ દેહ સુરત લાવવામાં આવ્યો હતો. જ્યારે અંકિતનો દેહ ઘરે પહોંચ્યો ત્યારે પરિવારના સભ્યો અને આસપાસના લોકો હિબકે ચડી ગયા. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. અંકિત થોડા દિવસ પહેલા જ વેકેશન દરમિયાન લંડનથી સુરતમાં પરિવારને મળવા આવ્યો હતો. પરિવાર સાથે વિતાવેલા ક્ષણો હવે યાદોની ભેટ બની ગઈ છે. અંતિમ વિધી વરસાદી માહોલ વચ્ચે સંપૂર્ણ શોકભેર યોજાઈ હતી. અંકિતને અંતિમ વિદાય આપવા માટે પરિવારજનો, સગાસંબંધી અને મિત્રવૃત્ત મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર શહેરમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.