Home / Gujarat / Surat : both died when a young man jumped over the BRTS railing and collided with a bike

સુરતમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, BRTSની રેલિંગ કૂદીને જતો યુવક બાઇક સાથે અથડાતા બન્નેના મોત

સુરતમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, BRTSની રેલિંગ કૂદીને જતો યુવક બાઇક સાથે અથડાતા બન્નેના મોત

સુરતના સરથાણામાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે.  જેમાં બીઆરટીએસ રૂટની રેલિંગ કૂદીને જઇ રહેલો યુવક બાઇક ચાલક સાથે ટકરાતાં બંનેના મોત નિપજ્યું હતા. આ ઘટનાના મામલે બંને મૃતકના પરિવારજનોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સારવાર દરમિયાન મોત

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરથાણામાં બીઆરટીસ રૂટની રેલિંગ કૂદીને સામે તરફ જઇ રહેલો યુવક બાઇક સવાર સાથે ટકરાયો હતો. જેથી બાઇક સવારે કાબૂ ગુમાવ્યો હતો અને બંને જણા જમીન પર પટકાયા હતા. જેથી આ અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં રેલિંગ કૂદનાર યુવકની ઓળખ દિનેશ રાણા (ઉ.વ.38) તરીકે થઇ છે. 

સામ-સામી ફરિયાદ

પોલીસ તપાસ મુજબ દિનેશ રાણા મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે, તેની ચા હોટલ હતી.  સુરતમાં પોતાની પત્ની અને દીકરી સાથે રહેતો હતો. જ્યારે બાઇક ચાલકની ઓળખ સાહિત વસાવા તરીકે થઇ છે, જે સાડીના કારખાનામાં કામ કરતો હતો. સાહિલ વસાવા માતા-પિતા સાથે બરડીપાડામાં રહે હતો. આ મામલે બંનેના પરિવાજનોએ સામસામે એકબીજાની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને લઇને પોલીસ તપાસનો દૌર શરૂ કર્યો છે. 

Related News

Icon