Surat news: સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં ભેસ્તાનથી ઉન તરફ દર્દી લેવા જતી 108 એમ્બ્યુલન્સને BRTS રૂટ પર દોડતી કારે સાઈડ નહીં આપવાનો મામલો સામે આવ્યો છે. સુરત ટ્રાફિક અને ભેસ્તાન પોલીસે કારચાલક મોહમ્મદ મોહિદિન અલ્તાફ ચાંદીવાલાની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં અલ્તાફે જણાવ્યું કે, તેના દીકરો જે વિકલાંગ છે તેણે ગાડીમાં ચાલતા સોંગનું વોલ્યુમ ફૂલ કરી નાખ્યું હતું. જેથી પાછળથી આવનારી એમ્બ્યુલન્સનો અવાજ સંભળાયો ન હતો.
હાલ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તે ઉપરાંત BRTS રૂટમાં વાહન ચલાવવું અને બીજું 108 એમ્બ્યુલન્સનો સાઈડ ન આપી એ ગુનો કહેવાય. શહેરજનોને ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી. ઇમરજન્સી વાહનોને સાઇડ આપવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી.