
છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગ રીપેર ન કરતા ભોરધલીના 25 જેટલા યુવાનો તંત્રને જગાડવા માટે તૂટેલા કોઝ વેમાં પથ્થરો પુરીને રસ્તો બનાવવાની જાત મહેનત કરી હતી. છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જગાડવા માટે સૂત્રોચ્ચાર કર્યા અને પુલ આપો પુલ આપોની માંગણી કરી હતી.
રજૂઆત કોઈ સાંભળતું નથી
છોટાઉદેપુર તાલુકાના છેવાડાના 25 જેટલા ગામોને જોડતા રસ્તા ઉપર ભોરધલી ગામ પાસે આવેલા કોતર ઉપર લો લેવલનો કોઝ વે બંનેવ તરફથી તૂટી ગયેલ હોવાથી બે વાહનો પસાર થઇ શકતા નથી.રાત્રી ના સમયે મોટો અકસ્માત થાય તેવી ભીતિ છે. પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ વારંવાર ગ્રામજનોએ કોઝ વેને રીપેર કરવા માટે રજૂઆત કરવા છતાંય તંત્રના કાને અવાજ પહોંચતો નથી. જયારે અગાઉ પુલ બનાવવા માટે અનેક વખત રજુઆત કરવામાં આવી હતી.
અવરજવર માટે મુશ્કેલી
લો લેવલના કોઝ વે ઉપર ચોમાસાના ચાર મહિના લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે. અનેક વાર લોકો કોઝ વે ઉપરથી તણાઈ ગયા છે, અને મોતને પણ ભેટયા છે. જયારે આ વિસ્તારના લોકો ધારાસભ્ય સાંસદ અને અધિકારીઓને રજૂઆત કરીને થાકી ગયા છે.