વિસાવદરની પેટે ચૂંટણીમાં વિજયી થયા બાદ આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સુરત આવ્યાં હતાં. સુરતમાં સરથાણા કોમ્યુનિટી હોલમાં સભાને સંબોધતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં. ઈટાલિયાએ કહ્યું કે, સી આર પાટિલમાં દમ હોય તો હવે એમએલએ તોડી બતાવે..પેટા ચૂંટણી આવે એટલે મોરે મોરો મારી દેવાનો છે. ગોપાલ ઇટાલીયાએ ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે પાટીલ અને હર્ષ સંઘવી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે સુરતમાં આવેલા ખાડીપુરને લઈને પણ આડેહાથ લીધા હતા. પાટિલને પડકાર ફેકતા ઈટાલિયાએ કહ્યું હતું કે, હવે એકપણ ધારાસભ્ય તોડી બતાવો અને ત્યાં પેટાચૂંટણી કરી જીતી બતાવો.સી.આર. પાટીલ હંમેશા ઉપાડો લઈને નીકળ્યા હોય છે કે, કયા ધારાસભ્યને તોડું, પરંતુ હવે મારી સી આર પાટીલને મોરે મોરાની ખુલ્લી ચેલેન્જ છે.