સુરતના ઉધના વિસ્તારના રસ્તા પર સતત કેમિકલયુક્ત અને કલરવાળું પાણી દેખાઈ રહ્યું છે. ઉધનાના મફ્તનગરમાં કેમિકલવાળા પાણી નીકળવા પાછળ જવાબદાર કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ જવાબદાર હોવાના આક્ષેપ કોર્પોરેટર દ્વારા લગાવવામાં આવ્યાં છે. સ્થાનિક કોર્પોરેટર દ્વારા અધિકારીઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યાં છે. SMC અને GPCBના અધિકારીઓની મીલીભગત હોવાનું કોર્પોરેટર કહી રહ્યાં છે. ઉધનાનું રોડ નંબર 10 ઉપર આવેલ મફતનગરમાં કેમિકલ યુક્ત લાલ પાણી ઉભરાય રહ્યું છે. મિલોનું વેસ્ટિજ કેમિકલ ડ્રેનેજ લઈમાં છોડી દેવામાં આવે છે. કેમિકલ યુક્ત પાણીથી લોકોને ચામડીના રોગ થયા હોવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા માત્ર એકમો સીલ કરવામાં આવી રહ્યા છે પરંતુ નક્કર કામગીરી ન કરવામાં આવતી હોવાનું સ્થાનિક કોર્પોરેટર કહી રહ્યાં છે.