Home / Gujarat / Surat : city BJP president's name announced

સુરત શહેર ભાજપ પ્રમુખના નામની જાહેરાત, પાટિલના વિશ્વાસુ પરેશ પટેલ પર ઢોળાયો કળશ

સુરત શહેર ભાજપ પ્રમુખના નામની જાહેરાત, પાટિલના વિશ્વાસુ પરેશ પટેલ પર ઢોળાયો કળશ

ગુજરાત ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. શહેર અને જિલ્લા સંગઠનના પ્રમુખોનાં નામો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં આજે સુરત જિલ્લામાં વર્તમાન પ્રમુખને યથાવત રખાયા છે. જ્યારે સુરત શહેરના નવા પ્રમુખ તરીકે પરેશ પટેલના નામની પસંદગી કરવામાં આવી છે. પરેશ પટેલ વર્તમાન ગુજરાત ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલના ખાસ વિશ્વાસુ અને નજીકના માનવામાં આવે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પરેશ પટેલના નામનું કવર ખુલ્યું
 
સુરત સહિત ગુજરાતના અન્ય શહેર અને જિલ્લાના નિમાયેલા ચૂંટણી અધિકારી અને ક્લસ્ટર અધિકારી-પ્રભારી સાથે ભાજપની ટોચની નેતાગીરીની વર્ચ્યુઅલ બેઠક થઈ હતી. તેના આધારે પ્રમુખના નામના કવર બનાવવામાં આવ્યાં હતાં. જે તે શહેરમાં જઈને ખોલીને પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરતના મેન્ડેટ લઈ રંજન ભટ્ટ આવ્યા હતાં. તેમણે પરેશ પટેલના નામનું કવર ખોલ્યું હતું. 

પાટિલનો હાથ ઉપર રહ્યો

પ્રમુખ માટે ભાજપે ક્રાઈટેરિયા જાહેર કર્યા હતા. તે ક્રાઈટેરિયા પ્રમાણે પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. સુરતમાં પ્રમુખ માટે ભારે રસાકસી જોવા મળી હતી. વડાપ્રધાનની સભા પહેલા નવા પ્રમુખ આવ્યા છે. જોકે,  સુરત પ્રમુખની નિમણુંકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો હાથ ઉપર રહ્યો છે. પરેશ પટેલ અગાઉ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ રહી ચૂક્યા છે. સાથે જ અગાઉ પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન પદે પણ રહ્યાં હતાં.

 

 

 


Icon