
સુરત શહેર સ્વચ્છતામાં સમગ્ર દેશમાં નંબર ૧ છે. સ્માર્ટ સિટીમાં સ્વચ્છતા અમુક વિસ્તારમાં સિમિત હોવાનું સામે આવ્યું છે. શ્રમિક અને ગરીબ વિસ્તારમાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યાં છે. લોકો ઉભરાતી ગટર અને કચરાના ઢગલા વચ્ચે રહેવા મજબૂર હોવાની વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે..
કોંગ્રેસના આક્ષેપ
કોંગ્રેસના આગેવાને કહ્યું કે, સતત બણગાં ફૂંકનાર ભાજપ શાસકો ગરીબ શ્રમિક વસ્તી ધરાવતા વિસ્તાર સાથે કેવું ઓરમાયું વર્તન કરે છે. જેની આ કડવી વાસ્તવિકતા છે. હાલમાં જ્યાં પેટા ચૂંટણી છે એ સુરત મહાનગરપાલિકા વોર્ડ નં. ૧૮ (લિંબાયત - પરવટ - કુંભારીયા)માં આવેલ આઝાદ ચોક,ગલી નં. ૬,મીઠીખાડી સ્લમ વિસ્તારની આ દુર્દશા રોજીંદી બની ગઈ છે.
ધૃતરાષ્ટ્ર બન્યુ તંત્ર
રોજ સવારે ૬.૦૦ કલાક થી ૯.૦૦ કલાક સુધી આવી વિકટ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને ઉપયોગ કરવાની ફરજ પડે છે.સદર સમસ્યાની સ્થાનિકો દ્વારા ફરિયાદો છતાં સુમનપાનું વહીવટી તંત્ર જાણે આ વિસ્તાર એનાં કાર્યક્ષેત્ર (નકશા)માં ન આવતું હોય એવી રીતે "ધૃતરાષ્ટ્ર" બને છે. સુરત મહાનગરપાલિકાનાં વહીવટમાં અન્યાય કરવામાં આવે છે.