Home / Gujarat / Surat : conference will be held on the topic "Origin and Development of Bharat Bharati

Surat News:"ભારત ભારતીનો ઉદગમ અને વિકાસ" વિષય પર યોજાશે સંગોષ્ઠિ, વિનય પત્રાલે રહેશે ઉપસ્થિત

Surat News:"ભારત ભારતીનો ઉદગમ અને વિકાસ" વિષય પર યોજાશે સંગોષ્ઠિ, વિનય પત્રાલે રહેશે ઉપસ્થિત

દેશભરના વિવિધ પ્રાંતના લોકો જ્યાં રહે છે. તેવા સુરત શહેરમાં લઘુ ભારતના સંકલ્પને સાકર કરવા માટે સ્થપાયેલી ભારત ભારતી ટ્રસ્ટ દ્વારા આગામી 31મી મેના રોજ એક સંગોષ્ઠિનું આયોજન વેલેન્ટાઇન સિનેમા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય વકતા તરીકે ભારત ભારતી ટ્રસ્ટના સંસ્થાપક અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ વિનયભાઈ પત્રાલે મુખ્ય વકતા તરીકે ઉપસ્થિત રહેશે. જ્યારે મુખ્ય અતિથિ તરીકે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ ઉપસ્થિત રહેનાર છે. આ સંગોષ્ઠિનો વિષય " ભારત ભારતી નો ઉદગમ અને વિકાસ" રાખવામાં આવ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

20 રાજ્યમાં શાખાઓ

આ અંગે ભારત ભારતી ટ્રસ્ટના વિનયભાઈ પત્રાલેએ કહ્યું કે દેશ અને સમાજની સેવા સાથે જ  વિવિધ પ્રાંતના લોકો જ્યાં વસે છે. ત્યાં તેઓ વચ્ચે એક સુત્રતા અને આત્મીયતા જળવાઈ રહે અને લઘુ ભારતની સંકલ્પના સાકાર થાય તેવા ઉદ્દેશ્ય સાથે 22 જુલાઈ , 2005ના રોજ સુરત ખાતે ભારત ભારતી ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી હતી. આજે ટ્રસ્ટ એક વટ વૃક્ષ બનીને ઊભુ છે. દેશના 20 રાજ્યના 60 શહેરોમાં ટ્રસ્ટની શાખાઓ કાર્યરત છે. ટ્રસ્ટ દ્વાર વર્ષ દરમિયાન વિવિધ સામાજિક સેવાકીય અને દેશભક્તિને પ્રદર્શિત કરતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે 31મી મેના રોજ સુરત ખાતે એક સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. 

તમામ તહેવારોની ઉજવણી

ભારત ભારતી ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી,રક્ષા બંધનની ઊજવણી સાથે જ નારી સશક્તિકરણ, દત્તક વિધાલય,વસ્ત્રદાન, શિક્ષણ સહાયતા, આરોગ્ય સહાયતા, નાશ મુક્તિ અભિયાન અને પર્યાવરણ દિવસ સહિત વિવિધ સામાજિક, સેવાકીય અને ધાર્મિક અને દેશને એક સૂત્રના બાંધી રાખવા માટેના અભિયાન ચલાવવામાં આવે છે. ટ્રસ્ટનું લક્ષ્ય દેશના 150 શહેરો સુધી પહોંચવાનું છે.

Related News

Icon