ખાડીપૂર ઘટના બાદ સુરત મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભા મળવા જઈ રહી છે, જેને લઈને આજે NSUI અને કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરી પાસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ "સત્તાધીશો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો" જેવા નારા લગાવીને શાસક પક્ષની નીતિઓ પર પ્રહારો કર્યા હતા. વિરોધ કરનારા કાર્યકર્તાઓએ એવો આરોપ મૂક્યો કે, "સુરતમાં ખાડીપૂરના પાણીને તો રોકી શકતા નથી અને લોકો સિંધુ નદીનું પાણી રોકવાની વાતો કરે છે."વિરોધ દરમિયાન Congress અને NSUIના ઘણા કાર્યકર્તાઓને પોલીસે અટકાયત કરી હતી. ફૈઝલ રંગુનીએ કહ્યું કે, "સુરતમાં ખાડીપૂર જેવી સમસ્યાઓ યથાવત્ છે, નાગરિકો તકલીફમાં છે અને શાસક પક્ષન વિકાસના ખોખલા દાવાઓ કરે છે. આખું શહેર વરસાદમાં ડૂબે છે અને લોકો પેરિસ બનવાની વાત કરે છે એ વિડંબનાજનક છે."