સુરતના સિંગણપોર ચાર રસ્તા પાસે રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહનચાલકો પર જોખમ વધ્યું છે. 10 ફૂટ કરતા વધુ ઊંડી ગટર ખુલ્લી સ્થિતિમાં છે. થોડા દિવસો પહેલા કેદાર નામના બે વર્ષના બાળકનું ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું હતું. સુરતમાં ફરી રોડ પર ગટરનું ઢાંકણ ખુલ્લું જોવા મળતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ઘટનાસ્થળે પાલિકા કર્મીઓ માત્ર ઢાંકણની જગ્યા એ લાકડાના ટુકડા મૂકયા છે. આ સ્થિતિના કારણે મુખ્ય માર્ગ પર અકસ્માત થવાનો ડર રહે છે.