સુરતના કડોદરા સબ સ્ટેશનના કંપાઉન્ડમાં નાયબ ઈજનેર પોતાની જ ઓફિસમાં લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. એસીબીએ ગોઠવેલા છટકાંમાં કલાસ વન અધિકારી ઝડપાઈ ગયા છે. સહકાર આપનાર ઇન્ડ્રસ્ટ્રીયલ એરિયામાં વીજ કનેક્શન લઇ આપવાના કોન્ટ્રાક્ટનુ કામ કરે છે. સહકાર આપનારે કડોદરા-૨ પેટા વિભાગીય કચેરી, ડી.જી.વી.સી.એલ. કડોદરામાં ઇન્ડ્રસ્ટ્રીયલ એરિયામાં વીજ કનેક્શન લેવા માટે અરજી કરી હતી. જે વીજ કનેક્શનની અરજી એપ્રુવ કર્યાના અવેજ પેટે ફરિયાદી દ્વારા એક વીજ કનેક્શન દીઠ રૂ.૫૦૦૦/- લેખે બે વીજ કનેક્શન ની અરજી એપ્રુવ કરવાના અવેજ પેટે રૂ.૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.જે સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરતા એસીબીએ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.