છેલ્લા બે વર્ષ જેટલા સમયથી ચાલતી હીરાની મંદી રત્નકલાકારોનો ભોગ લઈ રહી છે. ત્યારે સુરતના વેલંજા-શેખપુર ગામે રહેતા 40 વર્ષીય રત્નકલાકારે આર્થિક સંકડામણમાં ઘરના લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડતાં રસોડામાં પંખાની હૂક સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. જો કે, આપઘાત કરતાં અગાઉ શેખપુરની હરીદર્શન સોસાયટીમાં રહેતા મનસુખ ખોડા સોંદરવાએ એક વીડિયો બનાવ્યો હતો. જેમાં બે બાળકો અને પત્નીનું ધ્યાન રાખવા માટે ભલામણ કરી હતી. મહત્વપૂર્ણ છે કે, મનસુખની પત્ની કાપડના પેકિંગના કારખાનામાં પણ કામ કરતી હતી. મૃતકની પત્ની પુત્ર સાથે કામ પર ગઈ હતી તે દરમિયાન રસોડામાં પંખાના હૂક સાથે સાડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો.