સુરતમાં રસ્તા પર મોતની સવારી લઈને નીકળતા નબીરાઓ લોકો માટે જોખમી બની રહ્યાં છે. એક પછી એક અકસ્માત નબીરાઓ સર્જી રહ્યાં છે. ત્યારે રસ્તા પર પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે નબીરાઓની જોખમી સવારીના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. ત્યારે ફરી એકવાર સુરતના રસ્તાઓ પર GJ 05 RV 9841 ગાડી જોખમી રીતે ચાલતી જોવા મળી હતી. આ વીડિયો સુરતનો હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. પોતાની સાથે બીજાનો જીવ જોખમમાં મૂકતા લોકો સામે દાખલારૂપ કાર્યવાહી જરૂરી બની છે. વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકાયો છે. જો કે,વાયરલ વીડિયોની પુષ્ટિ GSTV કરતું નથી.