સુરતમાં ડ્રગ્સ દારૂની પાર્ટીઓ બેફામ ચાલી રહી છે. ત્યારે આવી પાર્ટી પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા કરવામાં આવ્યાં હતાં. બાતમીના આધારે ડુમસ રોડ પર સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટની સામે આવેલા આશિર્વાદ ફાર્મ, બંગલા નંબર 114માં મહિલાઓ અને પુરુષો રેવ પાર્ટી માટે એકઠા થયાં હતાં. જેમાં રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન 7 યુવક-યુવતીઓને ઝડપી લેવામાં આવ્યાં હતાં. જેમની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ 4.11 ગ્રામ, અલગ અલગ કંપનીના માર્કા વાળી દારૂની 10 બોટલ તથા ચાર ખાલી બોટલ સહિતનો 1.84 લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો.