Home / Gujarat / Surat : eacher digitally arrested, over Rs 20 lakh seized

સુરતના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી 20 લાખથી વધુ પડાવ્યા, બે આરોપીઓ જામનગરથી દબોચાયા

સુરતના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી 20 લાખથી વધુ પડાવ્યા, બે આરોપીઓ જામનગરથી દબોચાયા

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શિક્ષકને બેંગકોક મોકલેલા પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સ છે. તમારા આધારકાર્ડ મારફતે ઘણાં રાજ્યમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે એમ કહી શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કરીને 20.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ પ્રકરણમાં સાયબર કાઈમ દ્વારા બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર બે આરોપીને જામનગરથી ઝડપી પાડ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જાણો શું છે સમગ્ર મામલો

ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા 49 વર્ષીય શિક્ષક રાજુભાઈ (નામ બદલ્યું છે)ને અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવ્યો હતો. જેમાં બ્લ્યુ ડાર્ટ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી શિક્ષકને કહ્યું કે, 'તમે બેંગકોક મોકલાવેલા પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સની સાથે પાંચ પાસપોર્ટ, ત્રણ એટીએમ કાર્ડ, એક લેપટોપ વિગેર મુંબઈ ક્રાઈમ બ્રાંચે કબજે કર્યા છે. આ પ્રકરણમાં તમારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાય છે અને પૂછપરછ કરવાની છે.' 

ચાર દિવસમાં 20.50 લાખ પડાવ્યા

શિક્ષકને ધાક-ધમકી આપી ચાર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને 20.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ પ્રકરમાં સાયબર ક્રાઈમ દ્વારા ટેકનિકલ એનાલીસીસના આધારે જામનગરના નવાઝ હુસેન દાઉદ માણેક અને શાહનવાઝ મહમદ સીદીક વાઢાની ધરપકડ કરી છે. આ બન્નેએ પોતાના બેંક એકાઉન્ટ ઠગ ટોળકીને ભાડે આપ્યા હતા. છેતરપિંડીથી મેળવેલા રૂપિયા તેઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ રોકડ ઉપાડ્યા હતા.

Related News

Icon