
Enforcement Directorate (ED), મુંબઈએ માન્યતા પ્રાપ્ત મની લોન્ડરિંગ નિવારણ કાયદો (PMLA), 2002ના અંતર્ગત 09 મે, 2025ના રોજ મુંબઈ અને સુરત ખાતે એકસાથે ચાર સ્થળોએ તપાસ અને દરોડાની કામગીરી આદરી હતી. જેમાંથી 6.30 કરોડની રોકડ રકમ સહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે.
રોકડ,દસ્તાવેજ અને ડિજિટલ રેકોર્ડ જપ્ત કરાયા
દરોડાની કાર્યવાહી M/s Platinum Hern Pvt. Ltd. વિરુદ્ધ ચાલી રહેલી તપાસનો ભાગ છે, જે “ટોરેસ જ્વેલરી” (Torres Jewellery) નામે વેચાણ વ્યવસાય ચલાવે છે. દરોડા દરમિયાન વિભાગે વિવિધ સ્થળોએથી મોટી સંખ્યામાં દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને આશરે રૂ. 6.30 કરોડની રોકડ રકમ જપ્ત કરી છે.
વધુ ઘટસ્ફોટની શક્યતા
EDના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન મળેલ પુરાવાઓ પ્રાથમિક દ્રષ્ટિએ મની લોન્ડરિંગ સાથે સંકળાયેલા લાગતાં હોય તેવી શક્યતા છે. આ દસ્તાવેજો અને ડિજિટલ ડેટાનું વિશ્લેષણ કર્યા પછી વધુ ખુલાસાઓ થવાની આશા છે.વિભાગે આગળ જણાવ્યું હતું કે આ દરોડાઓનો ઉદ્દેશ દેશના નાણાકીય વ્યવસ્થામાં પારદર્શિતા લાવવી અને કાયદાની ઉલ્લંઘનાઓ સામે સખત પગલાં લેવાનો છે. હાલ, આ કેસ સંદર્ભે વધુ તપાસ ચાલુ છે અને સંબંધિત લોકોની પૂછપરછ તેમજ ધંધાકીય વ્યવહારોની છણાવટ કરીને ED તથ્યો જમાવવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે આગામી દિવસોમાં વધુ ઘટસ્ફોટ થવાની શક્યતા છે.