વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા રેગિંગ જેવી ગંભીર અને અસહ્ય પ્રવૃત્તિઓને અટકાવવા માટે વધુ એક કડક પગલું ભરવામાં આવ્યું છે. હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ રેગિંગ સામે University's દેખરેખ ચાલુ કરવામાં આવી છે.VNSGUના કુલસચિવ આર.સી. ગઢવી જણાવે છે કે, "જો કોઈ વિદ્યાર્થી રેગિંગમાં પકડાશે તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે અને કાયદેસરની કાર્યવાહી થશે.જે કોલેજો રેગિંગ રોકવામાં નિષ્ફળ જશે, તેમની ગ્રાન્ટ સહિતના તમામ યુનિવર્સિટી લાભો અટકાવવામાં આવશે." યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને આરામદાયક શૈક્ષણિક વાતાવરણ માટે આ નિયમોની અમલવારી તત્કાલ અસરથી શરૂ કરવામાં આવી છે.