Home / Gujarat / Surat : Elderly man became brain dead after falling while riding a bicycle

Surat News: સાયકલ ચલાવતા પડી જતા વૃદ્ધ થયા બ્રેઈનડેડ, પરિવારે અંગદાન કરીને પાંચને આપ્યું જીવનદાન, VIDEO

સુરત અંગદાતા શહેર તરીકે ઓળખાઈ રહ્યું છે. ત્યારે સોજીત્રા પરિવારે અંગોનું દાન કરી પાંચ લોકોને જીવનદાન આપ્યું છે. તા.૨૬-૦૫-૨૦૨૫ ના રોજ રાત્રે રામચોક, મોટા વરાછા પાસે સાયકલ ચલાવતી વેળાએ સામાન્ય અકસ્માતમાં બેલેન્સ ગુમાવતા પડી ગયાં હતાં. જેથી દર્દીને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેઓને એમ્બુલન્સ મારફતે નજીકની પી. પી. સવાણી હોસ્પિટલ, સુરત ખાતે દર્દી બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં પહોંચ્યા હતા.તબીબોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં. જેથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમે પરિવારે અંગદાન અંગે કહ્યું હતું. જેથી પરિવારે અંગદાન કરવાની સહમતી આપી હતી. આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી લીવર, બંને કીડની અને બંને આંખોના દાન દ્વારા અન્ય પાંચ લોકોને જીવનદાન મળ્યું હતું. સુરત ખાતે લીવર, અમદાવાદ ખાતે બંને કીડની તેમજ બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ડો. પ્રફુલ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon